એક ભારત શ્રેષ્ઠ ભારત: IIM અમદાવાદમાં 'યુવા સંગમ'નો પ્રારંભ, ઓડિશાના યુવાનો ગુજરાતની સંસ્કૃતિ અને વિકાસને જાણશે

02/06/2026

એક ભારત શ્રેષ્ઠ ભારત: IIM અમદાવાદમાં 'યુવા સંગમ'નો પ્રારંભ, ઓડિશાના યુવાનો ગુજરાતની સંસ્કૃતિ અને વિકાસને જાણશે

Gujarati Jagran

  • facebook
  • linkedin
  • twitter
  • whatsapp

Description: 
Ahmedabad News: ભારત સરકારની 'એક ભારત શ્રેષ્ઠ ભારત' પહેલ હેઠળ દેશના વિવિધ રાજ્યોના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક સેતુ બાંધવા અને રાષ્ટ્રીય એકતા મજબૂત કરવા માટે 'યુવા સંગમ' કાર્યક્રમ કાર્યરત છે. આ પ્રોગ્રામના છઠ્ઠા તબક્કા (Phase VI) અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) દ્વારા ઓડિશા અને ગુજરાતના યુવાનો માટે ખાસ એક્સપોઝર ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલ દ્વારા યુવાનોને પરસ્પરના ઇતિહાસ, પરંપરા અને વિકાસના મોડલને સમજવાની અમૂલ્ય તક મળી રહી છે.

ઓડિશાના 41 યુવાનોનો ગુજરાત પ્રવાસ
1 જૂન થી 6 જૂન, 2026 દરમિયાન IIMA દ્વારા ઓડિશાના વિવિધ જિલ્લાઓ અને સંસ્થાઓમાંથી આવેલા 41 સહભાગીઓ માટે ગુજરાતના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ઔદ્યોગિક પાસાઓને જાણવા માટે એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ જૂથમાં 29 પુરુષ અને 12 મહિલા સહભાગીઓનો સમાવેશ થાય છે. IIMA આ કાર્યક્રમ માટે ગુજરાતમાં નોડલ સંસ્થા તરીકે સેવા આપી રહી છે. આ યુવાનો ગુજરાતના ઇતિહાસ, શાસન મોડલ અને નવીન ઇકોસિસ્ટમનો સીધો અનુભવ મેળવશે.

IIMA